આજે અમે આપને એક એવા પિતા વિશે જણાવીશું જેને જીવનભર બેંકમાં સામાન્ય નોકરી કરીને પોતાના સંતાનોને ઉચ્ચ દરજ્જા સુધો પહોંચાડ્યા. યુપીએસસીને દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણવામાં આવે છે. દર વર્ષે લાખો લોકો આ પરીક્ષામાં પોતાનું નસીબ અજમાવતા હોય છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરવી એ મોટી વાત માનવામાં આવે છે.
પિતાની મહનેત અને સંતાનોના પરિશ્રમથી એક જ પરિવારના ચાર ભાઈ-બહેનો એક સાથે આવી મુશ્કેલ પરીક્ષા પાસ કરી.. આ પ્રેરણાદાયી કિસ્સો ઉત્તર પ્રદેશના લાલગંજ જિલ્લામાં જોવા મળ્યો છે. ચાર ભાઈ બહેને UPSC પરીક્ષા પાસ કરી છે અને તે તમામ IAS અને IPSની પોસ્ટ પર કામ કરી રહ્યા છે.
ગ્રામીણ બેંકના મેનેજર રહેલા અનિલ પ્રકાશ મિશ્રાએ પોતાના બાળકોની આ સફળતા પર મીડિયાને જણાવ્યું કે તેઓ ગ્રામીણ બેંકના મેનેજર હોવા છતા તેમના બાળકોના શિક્ષણ સાથે ક્યારેય બાંધછોડ કરી નથી. તે હંમેશા ઈચ્છતો હતો કે તેના બાળકોને સારી નોકરી મળે. આવી સ્થિતિમાં, બાળકોએ પણ તેમના અભ્યાસમાં ધ્યાન આપ્યું અને મહેનત કરવાથી ક્યારેય ડર્યા નહીં.આ ચારેય ભાઈ-બહેન છે, જેમાં બે ભાઈ અને બે બહેનોનો સમાવેશ થાય છે.
ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટા યોગેશ મિશ્રા આઈએએસ અધિકારી છે. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ લાલગંજમાં પૂર્ણ કર્યું અને પછી મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી એન્જિનિયરિંગ કર્યું. અભ્યાસ કર્યા બાદ યોગેશે નોઈડામાં નોકરી કરતાં સિવિલ સર્વિસની તૈયારી કરી. 2013માં તેની મહેનત રંગ લાવી અને તેણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી.
યોગેશ પછી તેની બહેન ક્ષમા મિશ્રાએ પણ તેમની જેમ સિવિલ સર્વિસ પસંદ કરી અને તેના માટે ખંતપૂર્વક તૈયારી કરી. તે પહેલા ત્રણ પ્રયાસોમાં નિષ્ફળ ગઈ હતી પરંતુ તેમ છતાં તેણે હિંમત હારી નહીં અને ચોથા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી. હવે ક્ષમા આઈપીએસ ઓફિસર છે.
આ પછી બીજી બહેન માધુરી મિશ્રાએ લાલગંજની કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ પ્રયાગરાજમાંથી માસ્ટર્સ કર્યા બાદ તેણે 2014માં યુપીએસસીની પરીક્ષા પાસ કરી. હવે તે ઝારખંડ કેડરની આઈએએસ ઓફિસર બની ગઈ છે. ચાર ભાઈ-બહેનોમાં બીજા ભાઈએ 2015માં UPSC પરીક્ષા પાસ કરી અને ઓલ ઈન્ડિયામાં 44મો રેન્ક મેળવ્યો. હવે તે બિહાર કેડરમાં છે. આ ચાર ભાઈ-બહેનના પિતાએ મીડિયાને જણાવ્યું હતું કે ‘હું આનાથી વધુ શું માંગું. આજે મારા બાળકોના કારણે મારુ માથું ઉંચુ છે.