આજે દરેક ગૃહણીઓનો એક જ પ્રશ્ન છે કે, શાક સેનું બનાવું છે? ખરેખર દરેક ઘરમાં શાકભાજીને લઇને ખુબ જ પ્રશ્ન ઉઠે છે કારણ કે બજારમાં શુદ્ધ શાકભાજી આવતા નથી અને શાકભાજીનો ભાવ પણ ખુબ વધારે હોય છે અને શાકભાજી પણ ઓર્ગેનિક હોતા નથી. આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેમણે 30 વર્ષથી શાકભાજી બજારમાંથી વેચાતું લીધું જ નથી.
ચાલો આ ભાઈ વિષે અમે આપને જણાવીએ. લખનઉના ગોમતીનગરમાં રહેતા વિનોદભાઈ પાંડેયે છેલ્લા 30 વર્ષથી બજારમાંથી એકપણ શાકભાજી ખરીદી નથી. તેઓ પોતાના ઘરની છત અને બગીચામાં અનેક પ્રકારની શાકભાજી ઉગાડે છે. ગામડામાં તો લોકો પોતાની વાડીમાં શાકભાજી ઉગાડતા હોય છે પણ શહેરમાં આ શક્ય નથી પણ વિનોદભાઈ એ શક્ય કરાવી બતાવ્યું છે.
વિનોદભાઈને નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે ઘણો લગાવ હતો. 1994માં રાયબરેલીથી લખનઉ આવ્યા અને ગોમતીનગરમાં ઘર લઈને 20 ગમલામાં ટામેટાં ઉગાડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેમણે દરેક સીઝનની શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. આજે તેમની પાસે 500 ગમલામાં વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવામાં આવે છે.
વિનોદભાઈના કિચન ગાર્ડનમાં પુદીનાથી લઈને નાની ઈલાયચી, બેંગન, લીંબુ, કદૂ, તરોઈ, ખીરું, લીલી મરચી, લાલ મરચી, ધાણાના પાન, લીંબુ, ભીંડી, કારેલા અને બેંગનની ત્રણ જાતો મળશે. અગાઉ ટામેટાં, મૂળી સહિત અનેક શાકભાજી હતી પરંતુ વધુ ગરમીના કારણે ઘણી ખતમ થઈ ગઈ છે.
બજારમાંથી શા માટે શાકભાજી ખરીદતા નથી?
વિનોદભાઈ જણાવે છે કે તેમને બજારમાંથી માત્ર બટાકા અને ડુંગળી લેવાની જરૂર પડે છે. બાકીની કોઈપણ લીલી શાકભાજી તેઓ ખરીદતા નથી. તેઓ કહે છે કે બજારમાં મળતી શાકભાજીમાં ભેળસેળ થાય છે. શાકભાજીને તાજી રાખવા માટે વેપારીઓ કેમિકલનો ઉપયોગ કરે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ જ કારણે તેઓ છેલ્લા 30 વર્ષથી બજારમાંથી શાકભાજી ખરીદતા નથી.
કેમિકલયુક્ત શાકભાજી ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે. સરકારે તેમને આ કામ માટે અનેક વખત સન્માનિત કર્યા છે. વિનોદભાઈનો આ પ્રયોગ આપણને શીખવે છે કે આપણે પણ આપણા ઘરમાં જ થોડી જગ્યામાં શાકભાજી ઉગાડી શકીએ છીએ