ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીએ વૃંદાવનના પ્રેમાનંદ મહારાજજીના દર્શન કરેલ અને તેમની સમક્ષ ભજન ‘ હરિ કા નામ જેપી લે ‘ ભજન ગાયું હતું.હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોણ છે પ્રેમાનંદજી મહારાજ ? શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજ જેઓ પ્રેમાનંદ જી મહારાજ તરીકે જાણીતા છે તે ભારતીય હિંદુ આધ્યાત્મિક ગુરુ, સંત અને ફિલોસોફર છે. રાધા કૃષ્ણના ઉપાસક છે .તેમનો આશ્રમ વૃંદાવનમાં શ્રી હિત રાધા કેલી કુંજ છે. તેમનાં પ્રવચનના કારણે તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થયેલ છે.
આ વિડીયોમાં કિર્તીદાન ગઢવી પ્રેમાનંદ મહારાજજીની સામે બેસીને ભજન ગાતા નજરે પડે છે. તેમનો મધુર અવાજ અને ભક્તિભાવથી ભરપૂર આ ભજન સાંભળીને લોકો ભાવવિભોર થઈ રહ્યા છે. વિડીયોમાં પ્રેમાનંદ મહારાજજી પણ ખૂબ જ આનંદ સાથે કિર્તીદાન ગઢવીના ભજનને સાંભળી રહ્યા છે.
આ વિડીયો પર લોકો ખૂબ જ સકારાત્મક પ્રતિક્રિયા આપી રહ્યા છે. લોકો કિર્તીદાન ગઢવીના મધુર અવાજ અને ભક્તિભાવની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક લોકો આ વિડીયોને શેર કરીને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે શેર કરી રહ્યા છે.
View this post on Instagram