ક્રિકેટ રસિયાઓ માટે એક ખુશ ખબર છે. તમને જાણીને આનંદ થશે કે, આગામી 6 જાન્યુઆરીના રોજ ટીમ ઇન્ડિયા રાજકોટના હોટલ સયાજી ખાતે આવી પહોંચશે, કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. ચાલો અમે આપને જણાવીએ કે આ ટિમ ઇન્ડિયા જે હોટેલમાં રોકાશે એ કેટલી શાનદાર અને આલીશાન છે.
3 ટી-ટ્વેન્ટી મેચની શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ શ્રેણીનો અંતિમ મેચ આગામી સાતમી તારીખના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવવા જઈ રહી છે. જે અંતર્ગત આગામી છઠ્ઠી તારીખના રોજ ટીમ ઇન્ડિયા રાજકોટના હોટલ સયાજી ખાતે આવી પહોંચશે.
ટીમ ઇન્ડિયા હોટલ સયાજી ખાતે સ્ટે કરવાની છે, ત્યાં તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.આગામી છઠ્ઠી તારીખના રોજ ટીમ ઇન્ડિયા જ્યારે રાજકોટ એરપોર્ટથી સયાજી હોટલ ખાતે પહોંચશે, ત્યાં રેડ કાર્પેટ પર ટીમ ઇન્ડિયાનુંકાઠીયાવાડી પરંપરા મુજબ ગરબા વડે તેમનું સ્વાગત પણ કરવામાં આવશે.
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે, ત્યારે ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમની વિશિષ્ટતાની વાત કરીએ તો, તેમાં 40 MBPS ઈન્ટરનેટ સ્પીડ , જકુસી બાથ, મીટીંગ રૂમ, વન કિંગ સાઈઝ બેડ, સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ પ્રેસિડેન્સીયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
છઠ્ઠી તારીખના રોજ ડિનરમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને ખાસ કરીને કાઠીયાવાડી વાનગીઓ પીરસવામાં આવશે. જેમાં બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, દહીં તીખારી તેમજ સ્વીટમાં અડદિયાનો ગરમાગરમ લચકો પીરસવામાં આવશે. તે સિવાય ઇન્ડિયન મેક્સિકન તેમજ કોન્ટીનેન્ટલ ફૂડ પણ પીરસવામાં આવશે.
સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ છઠ્ઠી તારીખના રોજ ડિનર અને સાતમી તારીખના રોજ લંચમાં અવનવી વાનગીઓ પણ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ, સ્વિમિંગ પૂલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
હોટલ બહાર અત્યારથી જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વેલકમ કરતાં કટ આઉટ્સ લગાવી દેવામાં આવ્યા છે. આજથી શરૂ થનાર શ્રેણી ટીમ ઇન્ડિયા પોતાના નામે કરે તેવું સૌ કોઈ ઈચ્છી રહ્યું છે.ટીમ ઇન્ડિયાના ખેલાડીઓના વેલકમ કરતાં કટ આઉટ્સ લગાવી દેવામાં આવ્યા છે.