ગુજરાતના ડાયમંડ કિંગ ગોવિંદભાઈ ધોળકિયાનું જીવન સૌ ગુજરાતીઓ માટે ખુબ જ પ્રેરણાદાયી રહેશે. અમેરલી જિલ્લાના નાના એવા ગામમાં જન્મેલ ગોવિંદભાઈ આજે દિલ્હી સુધી પહોંચી ગયા છે, ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને રાજ્ય સભાના ઉમેદવાર તરીકે જાહેર કરેલ અને બિનહરીફ તરીકે તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાય આવ્યા, જેથી હાલમાં ધોળકિયા પરિવાર અને સુરત શહેરમાં ખુશીઓનો માહોલ છે. ગોવિંદભાઈને જ્યારે રાજ્ય સભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા, ત્યારે તેમને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી, આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. ચાલો અમે આપણે જણાવીએ કે ગોવિંદભાઈ એ શું જણાવ્યું હતું.
વાયરલ વીડિયો દ્વારા જાણવા મળ્યું કે, ગોવિંદ ભાઈ ધોળકિયાએ જણાવેલું કે, રાજ્ય સભામાં મારું નામ જાહેર થયું હતું તે મારા માટે અનપેક્ષિત હતું કારણ કે મેં ક્યારેય વિચાર્યું જ ન હતું કે હું લોકસભા કે રાજયસભામાં જઈશ. મને અમિતભાઇનો 10 વાગ્યે ફોન આવ્યો, અને કહ્યું કે અમે તમને રાજ્યસભામાં મોકલવા માંગીએ છીએ. જેથી મેં કહ્યું કે મારા માટે આ શક્ય છે મુશ્કેલ પડશે. મોદી સાહેબ અને જેપી નડ્ડા સાહેબએ તમારું નામ પસંદ કર્યું છે.
રાજ્યસભા પોલિટિક્સ નથી, તમેં જે કામ કરો છો એજ કામ કરતા રહેજો. રાષ્ટ્ર અને રાષ્ટ્ર ભક્તિ માટે જ તમને ચૂંટવામાં આવેલ છે. આખરે ગોવિદભાઈ ધોળકિયાએ આ ઉમેદવારી સ્વીકારી અને આખરે તેમને સૌ ઉમેદવારો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભરેલ અને આખરે બિનહરીફ તરીકે ગોવિંદભાઈ ધોળકિયા ચૂંટાય આવ્યા. હવે ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ અને સુરતના ડાયમંડ કિંગ તરીકે ઓળખાશે.
રાજ્યસભા એટલે શું એ આપને ટૂંકમાં જણાવીએ. રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના ૨૫૦ સભ્યો છે જેમાના ૧૨ સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવાય છે. આ નિમણુંક વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો જેમકે – કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સમાજસેવકોમાંથી કરાય છે. બાકીના સભ્યો ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી અને તેના એક તૃતિયાંશ સભ્યો દર ૨ વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત ૬ વર્ષની હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.