ધંધાની બાબત મા આપણા ગુજરતી ઓ સૌથી આગળ છે દેશ અને દુનિયા ને અત્યાર સુધી મા અનેક ઉદ્યોગપતિઓ ગુજરાતે આપ્યા છે જેમા હાલ નુ ભોટુ નામ એટલે અંબાણી અને અંદાણી જેવો એ આખી દુનીયા મા અનોખી છાપ છોડી છે ત્યારે હાલ પણ અનેક નાની નાની કંપનીઓ ધીમે ધીમે વિશ્વ મા નામ બનાવી રહી છે. ત્યારે ગુજરાત ના અમરેલી જીલ્લા ની એક કંપનીએ પણ દેશ અને દુનિયા મા મોટુ નામ બનાવ્યુ છે જેનુ નામ શિતલ આઇસક્રીમ….
તો આવો જાણીએ કેવી રીતે શુરુવાત થય હતી આ કંપનીની અને કેવી રીતે આજે તેવો ભારત સીવાય અન્ય દેશો મા પણ પોતાનો આઇસક્રીમ પહોંચાડે છે. વાત ની શરૂઆત 35 વર્ષ પહેલા થાય છે જેમા અમરેલી જીલ્લાના ભુવા પરિવાર મા ચાર ભાઈઓ માથી મોટા ભાઈ જગદીશભાઈ ભૂવાએ બસ સ્ટેન્ડ સામે શીતલ પાન પાર્લર અને સોડા શોપ નામથી દુકાન શરૂ કરી હતી આ જગ્યા પર તેવો જાતે બનાવેલ લસ્સી અને આઇસક્રીમ વેચતા હતા. 1997 મા જગદીશભાઈ નુ અવસાન થય ગયુ હતુ.
જગદીશભાઈ નુ ભલે અવસાન થય ગયુ પરંતુ વારસા મા એક અમુલ્ય આઇસક્રીમ ની રેસીપી આપતા ગયા હતા. નાના ભાઈ ભૂપતભાઈએ વર્ષ 2000માં કંપનીની બાગડોર સંભાળી હતી. અને એક નાનકડી દુકાન માથી ભુવા પરીવારે મહેનત કરી ને આજે 325 કરોડ નુ ટર્નઓવર કરતી કંપની બનાવી છે. ભુપતભાઈ આજે પણ એ સંઘર્ષ ના દીવસો યાદ કરે છે જયારે તેમની કંપની પાસે પુરતા પ્રમાણ મા સ્ટાફ ન હતો ત્યારે તેમના ભાઈઓ જ પ્રોડક્ટ્સ સાથે રિટેલ શોપમાં વેચાણ માટે જતા હતા.
માર્કેટ મા મોટી મોટી કંપનીઓ હોવા છતા ભુપતભાઈ એ પોતાની પ્રોડક્ટ એટલી મજબૂત બનાવી કે લોકો ને હંમેશા યાદ રહી જાય છે. શરુવાત ના દિવસો મા તેવો પાસે પોતાના વાહનો ન હોવાથી તેનો ને ટ્રાન્સપોર્ટ ખર્ચ હંમેશા વધી જતો જયારે હાલ આ કંપની એ એવુ મોટુ સ્વરુપ ધારણ કરી લીધુ છે કે હાથે મોટી મોટી વિદેશી કંપનીઓ ને પણ હંફાવી દે છે. તાજેતર મા શિતલ કંપની એ જમ્મુ કાશ્મીર મા પોતાનો આઇસક્રીમ પહોંચાડયો છે આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા , નેપાલ મા પણ તેવો એ પોતાની પ્રોડક્ટ પહોચતી કરી છે.