ગુજરાતમાં અનેક શક્તિ સ્થાન આવેલ છે, જેમાં ચોટીલા, અંબાજી અને પાવાગઢ અતિ પ્રસિદ્ધ તીર્થધામ છે. આજે આમ આપને ચોટીલાની સમીપે આવેલ એક એવા મંદિર વિશે જણાવીશું, જ્યાં મંદિરની એક ગુફામાં આજના સમયમાં પણ માતાજીનાં વાસ્તકવિક શંખ અને ત્રિશુલના દર્શન કરી શકો છો. આ પાવનકારી મંદિરની એકવાર અચૂકપણે મુલાકાત લેજો. ખરેખર આ દિવ્ય અને પરમ ધામ તમને માતાજીની સાક્ષાત અનુભૂતિ કરાવશે.
આ પવિત્ર મંદિર ચોટીલાની પાસે આવેલ ઠાંગા વિસ્તારમાં છે, આ સ્થાનમાં એક અમર ગુફામાં હિંગળાજ માતાજી બિરાજમાન છે. હિંગળાજ માતાજીનું મુખ્ય સ્થાન મકરાણ પ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાનનાં બલુચિસ્તાનના દુર્ગમ પર્વતોમાં છે. પરંતુ અમર ગુફા સાથે એક લોકવાયકા છે કે, મહાત્મા માયાગીરીજી બલુચિસ્તાનમાં યાત્રાએ ગયા ત્યારે તેઓએ તપસ્યા કરતા માતાજી પ્રસન્ન થયા હતા. આથી મહાત્માજીએ ઠાંગા વિસ્તારમાં બેસવા માટે માતાજીને આહવાન કરતા દેવદિવાળીના દિવસે માતાજી અવતર્યા હતા.
મહામાયા હિંગળાજ માતાજીના શંખ અને ત્રિશુલ આજના સમયમાં પણ આ મંદિરમાં જ છે, મંદિરના ગર્ભ ગૃહમાં તમે માતાજીના અલૌકિક મૃતિના દર્શન કરી શકશો કારણ કે, મોટાભાગના મંદિરોમાં તમેં માતાજીની મૂર્તિ વાહન પર અસવાર કે સિંહાસન પર જોયેલ હશે પરંતુ અમરગુફામાં હીંગળાજ માતાજી શયન કરી રહ્યા હોય, તેવા સ્વરૂપે બિરાજમાન છે.
સૌથી ખાસ વાત એ કે, પાકિસ્તાનના બલુચિસ્તા વિસ્તારમાં દુર્ગમ પહાડોમાં બિરાજીત હિંગળાજ માતાજી શયન સ્વરૂપે બિરાજમાન છે.હિંગળાજ પ્રગટ શક્તિ પીઠધામ તરીકે પ્રખ્યાત હોવાથી નવરાત્રીમાં દર્શનનું મહાત્મ્ય છે. જેથી ચોટીલાથી કાળાસર ગામ થઈ ને મંદિર સુધી જવા માટેનો રોડ છે. આ મંદિરની અચુકપણે મુલાકાત લેજો.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.