સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો લોક ડાયરાનો છે, તમે જોઈ શકશો કે લોકસાહિત્યકાર માયાભાઈ આહિર તેમજ લોક ગાયક કલાકાર ગોપાલ સાધુની ઉપસ્થિતિમાં એક વૃદ્ધ દાદા એ એવી રીતે ભજનની રમઝટ બોલાવી કે સ્ટેજ પણ ધ્રુજાવી દીધું અને માયાભાઈ આહીર તેમજ ગોપાલ સાધુ પણ ખડખડાટ હસવા લાગ્યા હતા. ખરેખર આ વિડીયો ખૂબ જ હાસ્યજનક છે.
આ વિડીયો જોઈને વૃદ્ધ દાદાના વખાણ પણ કરવા જોઈએ કે ઘડપણના ઉંબરે આવ્યા છતાં પણ તેમનામાં જોશ એકદમ જવાની જેવો છે. દાદા સ્ટેજ પર બેસીને કેસિયો વગાડતાં વગાડતાં એવી એક્ટિંગ કરે છે કે કોઈને જોઈને હસવા લાગે, ગોપાલ સાધુ સામે ફરીને દાદા જ્યારે એક્ટિંગ કરે છે ત્યારે ખૂબ જ હસવું આવે છે, આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પણ પસંદ આવી રહ્યો છે.
આ વિડીયો જોઈને એટલું ચોક્કસ સમજાય જાય કે, ઘડપણના ઉંબરે આવો કે મોતના આંગણે પણ વ્યક્તિની માલીપા જે શોખ અને અભરખા હોય તે ક્યારેય ઘરડા કે મૃત પામતા નથી કારણ કે તે તો જીવ સાથે જોડાયેલ છે. વ્યકિત પોતાની મનની ઈચ્છા કોઈપણ ઉંબરે પૂરી કરી શકે છે, આ દાદા ભલે રમુજી અંદાજમાં ભજન ગાઈ રહ્યા હોય પણ ખરેખર આ તેમની સ્ટાઇલ છે અને તેમના જેવું બીજું કોઈ કરી ન બતાવી શકે.
આ વિડીયો જોઈને ચોક્કસ કહી શકાય કે, આ દાદાને ભજનો પ્રત્યે અતિ લગાવ હશે અને આ જ કારણે તેમને સ્ટેજ પર હાજર રહીને ભજનની રમઝટ બોલાવી દીધી. ખરેખર આ વિડીયો જોઇને તમને હસવું પણ આવશે માએ આ દાદાના વખાણ કરવાનું પણ ચૂકશો નહીં.
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.