આપણા પ્રિય ખજૂરભાઈએ ગુજરાતી યાત્રાળુઓને એક ખૂબ જ મહત્વની સલાહ આપી છે. આ સલાહ આપણા બધા માટે, ખાસ કરીને આપણા બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.ખજૂરભાઈએ કહ્યું છે કે, 10 વર્ષથી નાના બાળકોને અમરનાથ, વૈશ્વણદેવી અને કેદારનાથ જેવી યાત્રાઓ પર ના લઈ જવા જોઈએ. આવી યાત્રાઓમાં બાળકોને ખૂબ તકલીફ પડી શકે છે અને આપણે પણ હેરાન થઈ શકીએ છીએ.
કેદારનાથ મહાદેવ તમારા બાળકને 100 વર્ષના કરશે. પણ આપણે નાના બાળકોને આવી કઠિન યાત્રાઓમાંથી બચાવવા જોઈએ. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ ખજૂરભાઈની આ વાત સાથે પણ સહમત થઇ રહ્યા છે. ખરેખર ખજૂરભાઈએ જે વાત કરી છે તે ખુબ જ સાચી છે. ચાલો આપણે સામાન્ય માહિતી જાણીએ કે નાના બાળકોને સાથે લઇ જવાથી શું તકલીફ થઇ શકે છે.
શા માટે નાના બાળકોને આવી યાત્રાઓ પર ના લઈ જવા જોઈએ? આવી યાત્રાઓમાં લાંબી ચાલવાની, ઊંચાઈ પર ચઢવાની અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરવાની હોય છે, જે નાના બાળકો માટે ખૂબ કઠિન હોઈ શકે છે. આબોહવા અતિશય ઠંડી હોઈ શકે છે, જે બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. આવી યાત્રાઓમાં બાળકો ગુમ થઈ શકે છે અથવા અકસ્માતનો ભોગ બની શકે છે.
જો તમે યાત્રા પર જવા માંગો છો તો, થોડા વર્ષો રાહ જુઓ જ્યાં સુધી તમારા બાળકો થોડા મોટા ન થઈ જાય. ત્યાં સુધી તમે તમારા બાળકો સાથે નજીકની કોઈ યાત્રા પર જઈ શકો છો. ખજૂરભાઈએ પણ જણાવ્યુ છે કે જો તમારું બાળક 10 થી 15 વર્ષનું હોય તો સાથે લાવી શકો છો પણ નાના બાળકોને તો ક્યારેય આવી યાત્રા પર ન લાવવા જોઈએ.
View this post on Instagram