અંબાણી પરિવારમાં લગ્નની વિધિઓ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે ત્યારે ગઈ કાલે વિરેન મર્ચન્ટના આંગણે આયોજિત પ્રસંગમાં ગુજરાતી લોક ગાયિકા કિંજલ દવેએ પોતાના શાનદાર અભિનયથી સૌના દિલ જીતી લીધા. સૌથી ખાસ વાત એ છે કે, કિંજલ દવે ગુજરાતની એક માત્ર લોક ગાયિકા છે, જેમણે અંબાણી પરિવારના પ્રસંગમાં લગન ગીત અને ગરબા ગાવાનો અવસર મળ્યો.
આ ઇવેન્ટમાં કિંજલ દવેએ અનંત અંબાણી અને રાધિકા મોસાળું અને ગરબા નાઇટ પ્રોગ્રામમાં પરફોર્મ કર્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લોકો સાથે પોતાનો અનુભવ શેર કર્યો. તેણે લખ્યું, “ગઈ રાત્રે મને અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય મહેંદી અને ગરબા નાઈટ ઈવેન્ટમાં પરફોર્મ કરવાની તક મળી. મર્ચન્ટ અને અંબાણી પરિવારો, અમને આમંત્રણ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ગર્વ અને હૃદય છો ગુજરાતીઓનું.”
અંબાણી અને મર્ચન્ટ પરિવાર સજોડે રાધિકા અને અનંત ના લગ્નનું આયોજન કર્યું છે, ઘણા પ્રસંગો એન્ટિલિયામાં મુકેશ અંબાણી દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે, જ્યારે મર્ચન્ટ પરિવારે પણ લગ્નની અનેક વિધિઓ પોતાના ઘરે આયોજિત કરી છે.
કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો શેર કરી છે, આ તસવીરોમાં જોઈ શકશો કે, કિંજલ દવે એ નિતા અને મુકેશ અંબાણી સાથે ફોટોઝ શેર કર્યા છે તેમજ વરરાજા અનંત સાથે પણ સુંદર તસવીરો શેર કરી છે. ખરેખર આ તસવીરો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો કિંજલ દવે ને અભિનંદન પાઠવી રહ્યા છે, કારણ કે એશિયા ના સૌથી ધનિક વ્યક્તિના ઘરે ગરબા ની રમઝટ બોલાવી તે ગૌરવની વાત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.