આપણે જાણીએ છે કે, ગીરકાંઠાના આજુબાજુના વિસ્તારમાં વન્યજીવો અવારનવાર આવી ચડતા હોય છે અને વ્યક્તિઓ પર હુમલો કરતા હોય છે, ત્યારે હાલમાં જ એક ખુબ જ દુઃખદાયક ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગઈકાલ સાંજે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયેલ હતો.આ ઘટના અંગે જાણ થતા જ સાવરકુંડલા વન વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરતાં મધરાત્રે બાળકનો માથાનો ભાગ અને પગ મળી આવ્યાં હતાં.
આ દુઃખદાયી ઘટના સતીષભાઈ લાલજીભાઈ સુહાગિયાની વાડી વિસ્તારમાં બનેલ. પરિવારજનો સાંજના સમયે વાડીએથી આવી રહ્યા હતા ત્યારે બાળક પણ સાથે જ હતું. આ દરમિયાન પરિવારના સભ્યોની હાજરીમાં નીતિન રાકેશભાઈ મેહડા નામના બાળકને દબોચીને સિંહ લઈ ગયો હતો. આ ઘટનાની જન થતા જ ધારી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત સ્થાનિક આર.એફ.ઓ.સહિતના વનકર્મીઓ દ્વારા આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
જુદા- જુદા વિસ્તારમાં સિંહને પકડવા માટે પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. જોકે સિંહે બાળકને ઉઠાવી દૂર સુધી લઈ ગયો હતો. વન વિભાગને શોધખોળ દરમિયાન માત્ર બાળકના અવશેષો મળી આવ્યા હતા. હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.સિંહ, દીપડા સહિતનાં વન્ય પ્રાણીઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યાં છે અને અનેક લોકો પર હુમલા કરી રહ્યા હોવાની પણ કેટલીય ઘટનાઓ સામે આવી રહી છે, જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.