આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના લોકલાડીલા અને સેવાભાવી વ્યક્તિ નીતિનભાઈ જાની હાલમાં જ અમેરિકાના પ્રવાસમાંથી પરત ફર્યા બાદ પોતાના પત્ની મીનાક્ષી સાથે ઉદયપૂરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, મીનાક્ષી દવેએ નીતિનભાઈ સાથેની કેટલીક ખૂબ જ ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ઉદયપૂરના ભવ્ય પેલેસની પૃષ્ઠભૂમિમાં લેવાયેલી આ તસવીરોમાં બંને યુગલ ખૂબ જ ખુશ નજરે પડે છે.
નીતિનભાઈના ચાહકો આ તસવીરોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સૌથી ખાસ વાત એ છે કે ખજૂરભાઈ તરીકે લોકપ્રિયતા મેળવનાર નીતિનભાઈ જેટલા સરળ અને મિલનસાર છે એટલા જ તેઓ સેવાભાવી પણ છે અને સૌને હસાવનાર છે. નીતિનભાઈના કાર્ય વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક વર્ષોથી તેઓ નિરાધાર લોકોને ઘરનું ઘર બનાવી આપી રહ્યા છે. તેમજ અનેક બાળકોને વિદ્યાદાન આપી રહ્યા છે. આ ઉપરાંત, વૃદ્ધ લોકો માટે વૃદ્ધાશ્રમનું પણ નિર્માણ કાર્ય શરૂ કરેલ છે. ખરેખર, નીતિનભાઈ સેવાના એક ઉત્તમ ઉદાહરણ છે.
નીતિનભાઈ જાની માત્ર એક નામ નથી, પરંતુ એક વિચાર છે. એક વિચાર જે સેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. આપણે સૌએ નીતિનભાઈ જેવા મહાનુભાવો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને સમાજના કલ્યાણ માટે કામ કરવું જોઈએ. ખરેખર નીતિનભાઈ જાનીના આપણે જેટલા પણ વખાણ કરીએ એટલા જ ઓછા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ખજૂરભાઈની તસવીરો વાયરલ થઇ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.