અંબાણી પરિવારમાં માર્ચ મહિનાથી પ્રિ વેડિંગ સેલિબ્રેશન શરૂ થયું જે જૂન મહિનાના અંતમાં પૂર્ણ થયું અને ત્યારબાદ ૬ જુલાથી ૧૫ જુલાઈ સુધી લગ્ન સમારોહ શરૂ થયેલ. હવે ફરી એકવાર પ્રિ વેડિંગ અને વેડિંગ બાદ એશિયાના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી હવે પોતાના નાના દીકરા અનંત અને વહુ રાધિકા માટે લંડનમાં ગ્રાન્ડ સેલિબ્રેશનની તૈયારી કરી રહ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી બે મહિના માટે એક લક્ઝરી 7-સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરવામાં આવી છે. આ જશ્નમાં એકવાર ફરી હોલીવુડથી લઈને બોલિવૂડના સ્ટાર્સ, દુનિયાના દિગ્ગજ બિઝનેસમેન, રાજકીય હસ્તીઓ અને આટલું જ નહીં બ્રિટનના શાહી પરિવારના પણ આ સેલિબ્રેશનમાં આવી શકે છે.
ધ સનની રિપોર્ટ મુજબ, મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર સુધી 7-સ્ટાર સ્ટોક પાર્ક હોટેલ બુક કરી છે. આમાં કહેવાયું છે કે ફિલ્મી સ્ટાર્સ સાથે સાથે પ્રિન્સ હેરી અને બ્રિટનના પૂર્વ પીએમ બોરિસ જોન્સન લગ્ન બાદના આ જશ્નમાં શામેલ થઈ શકે છે.
અંબાણી પરિવારે જશ્ન માટે જે સ્ટોક પાર્ક એસ્ટેટને પસંદ કર્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2021માં 57 મિલિયન પાઉન્ડમાં આ એસ્ટેટને લીઝ પર લીધી હતી. તેના તરત બાદ 300 એકરની આ એસ્ટેટમાં રેનોવેશનનું કામ શરૂ થયું. લંડનના બહાર બકિંગહામશાયરમાં સ્થિત સ્ટોક પાર્ક એસ્ટેટમાં એક હવેલી, ગોલ્ફ કોર્સ અને ટેનિસ કોર્ટ છે.આ સમાચારથી અંબાણી પરિવારની લોકપ્રિયતામાં વધારો થયો છે અને લોકો આ જશ્નને લઈને ઉત્સુક છે.