સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતાં હોય છે, ત્યારે હાલમાં જ માવાનું વ્યસન છોડાવતું એક ગીત સામે આવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતમાં માવાનું વ્યસન મોટાભાગના લોકોને છે, માવા વિના ગુજરાતીઓ અધૂરા કહેવાય છે. હવે તો વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ માવા ખાવાનું ભૂલતા નથી કારણ કે માવાની લત એકવાર લાગ્યા પછી ભૂલવી અઘરી છે.
હાલમાં એક વિડીયો વારયલ થયો છે, આ વીડિયોમાં તમેં જોઈ શકશો કે, એક વાડીમાં અનેક લોકો બેઠા છે, આ દરમિયાન એક બાપા લોકો જાગૃત કરવા માટે તેમજ વ્યસનની આદત છોડવવા માટે માવાનું ગીત ગાઈ છે. આ ગીત સાંભળીને દરેક માવા પ્રેમીને જરુરથી હસવું આવશે. આ વાયરલ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ દાદાએ જે રીતે ગીત ગાઈને લોકોને માવાની આદત છોડવા માટે કહ્યું તે ખુબ જ સરહાનિય વાત છે.
આ વાયરલ વિડીયોનો સારાંશ એ છે કે, પાન માવા અને સીગરેટની આદત છોડો, થોડીક ક્ષણનો નશો આખી જિંદગીની સજા બની શકે છે. આજના સમયમાં વ્યસન એ માણસનો શત્રુ છે અને આ જ કારણે માણસે વ્યસનની લત જરૂરથી છોડવી જોઈએ. આજના સમયમાં વ્યસનની આદત માણસને આર્થિક અને માનસિક, શારીરિક રીતે ગંભીર અસર કરે છે જેના કારણે જીવન જીવતા જીવ નર્ક બની જાય છે.
માવાનું આ ગીત હાલમાં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું અને માવાના વ્યસન હોય તે લોકોને પણ જરુરથી શેર કરજો કારણ કે માણસની આદત તેમને ખતમ કરી નાંખે એ પહેલા જ માવાની આદતને સમયસર ખતમ કરીએ. માવાનું તથા અન્ય કોઈ પણ વ્યસન જિંદગીને બરાબર કરી શકે છે, જેથી વ્યસન છોડો જીવન બચાવો