ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધો છે અને કેટલાક સ્થળોએ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. કેટલાક હવામાનશાસ્ત્રીઓએ આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે,રાજ્યના કેટલાક વિસ્તારોમાં રક્ષાબધનના પર્વથી વરસાદ હળવો થયોચાલો ત્યારે જાણીએ કે આગામી તહેવારોમાં વરસાદ કેવો હશે અને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે?
ગુજરાતમાં વરસાદની આગાહી કરતા જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 થી 22 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આથી આગામી સપ્તાહે ડાંટાના શામળાજી, અંબાજી, અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગાંધીનગરમાં ખૂબ જ હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. આથી 22 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળની ખાડી અને અરબ સાગરના સિસ્ટમના કારણે આ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.