આજે દરેક માનવી આ જગતમાં સૌથી વધુ વિશ્વાસ ભગવાન અને માતાજી પર રાખે છે. તેમને પ્રસન્ન કરવા માટે અને અતૂટ ભક્તિ માટે અનેક ઉપવાસ અને વ્રત પણ કરે છે. આપણે જાણીએ છે કે, અનેક લોકો ગુરુવાર, શનિવાર જેવા સારા વાર રહેતા હોય છે અને આ દિવસોમાં તેઓ ઉપવાસ અને ફરાળ કરતા હોય છે. આજે અમે આપને એક એવી વાત જણાવીશું જે ખુબ જ ખાસ અને જીવનમાં ઉતારવા જેવી છે. આ વાત શ્રી મોગલ બાપુએ જ જણાવી છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, મોગલ ધામ એ આસ્થાનું કેન્દ્ર છે. લાખો ભાવિ ભક્તો કબરાઉ ધામ પોતાની માનતા પુરી કરવા આવે છે, ત્યારે બાપુ કોઈપણ ભક્તોના પૈસાનો સ્વીકાર નથી કરતા પરંતુ એ તમામ પૈસા બાપુ દીકરી અને બહેનને આપી દેવાનું કહે છે, કારણ કે માં તો ભાવની ભૂખી છે. બેન અને દીકરીને આપવાથી માંનો રાજીપો મળે છે, અનેક લોકો માતાજીને પ્રસન્ન કરવા માટે ગુરુવાર કે મંગળવાર રહેતા હોય છે. આવા તમામ ભક્તોને બાપુએ એક ખુબ જ ખાસ ઉપાય આપ્યો છે.
મોગલ બાપુએ કહ્યું કે, જો તમારે માતાજીને પ્રસન્ન કરવા છે, અને તેમનો રાજીપો મેળવવો છે, તો તમારે ગુરુ વાર કે મંગળવાર રહેવાની જરૂર નથી માત્ર તે દિવસે તમે કોઈ ગરીબ ઘરની દીકરીને ભોજન કરાવો તથા કપડાં આપો તો પણ માતાજીની ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે અને તમારા ધારેલા કાર્યને પર પાડશે. ખરેખર ગરીબના બાળકોને ભોજન કરાવવાથી હજાર હાથવાળી માવડી સૌને સુખ આપે છે.
આ જગતમાં માનવ સેવા એજ પ્રભુ સેવા સમાન છે, જેથી મોગલધામના બાપૂ પણ પોતાના ધામે પધારેલા સૌ ભક્તોને એ જ શીખ આપે છે કે માંને પ્રસ્સન કરવા માટે સત્કાર્ય કર્યો અને જીવનમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન રાખાતા અને ખોટું કામ ક્યારેય ન કરવું જોઈએ બસ શ્રદ્ધા રાખો અને અંધશ્રદ્ધાથી હમેશા દૂર રહો, માં મોગલ પાસે એક આંસુ પણ તમારું પડશે તો તમારા લેખમાં નહીં હોય તે પણ આપાશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.