મુકેશ અંબાણીએ પોતાના દીકરાની પ્રિ વેડિંગમાં રિહાનાને 70 કરોડ રૂપિયા ચૂકવીને સ્પેશિયલ એક પર્ફોમન્સ માટે બોલાવેલ. ફરી એકવાર મુકેશ અંબાણીએ પ્રખ્યાત કોલંબિયન સિંગર શકીરાને અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશનમાં બોલાવેલ છે. જેથી ગ્રાન્ડ ઈવેન્ટમાં શકીરા શાનદાર પર્ફોમન્સ આપશે. તમને જણાવી દઈએ કે શકીરાને અંબાણી પરિવારે કેટલી ફી આપશે. આ પહેલા જ અંબાણી પરિવારે 70 કરોડ રૂપિયામાં રિહાનાને બોલાવેલ પરંતુ હવે શકીરા ધૂમ મચાવશે.
સૌથી ખાસ વાત એ છે કે, ઈવેન્ટમાં પરફોર્મ કરવા માટે શકીરાને 10થી 15 કરોડ રૂપિયા ચાર્જ વસૂલ કરે છે, અંબાણી પરિવાર માટે 10 થી 15 કરોડ રૂપિયા તો મામૂલી રકમ જ કહેવાય કારણ પરંતુ અંબાણી પરિવારે આ ઇવેન્ટ્સ માટે 450 કરોડનો એક વિલા ભાડે રાખ્યો છે તેમજ ક્રુઝનું ભાડું 7500 કરોડ રૂપિયા છે. આ પ્રિ વેડિંગમાં 800 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ખરેખર અંબાણી પરિવારે ખુબ જ જાજરમાન રીતે આ પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે અને પૈસા પણ પાણીની જેમ વાપર્યા છે.
જાણો કોણ છે શકીરા? શકીરા ઇસાબેલ મેબારક રિપોલ કોલોમ્બિયન સિંગર છે, જેને લોકો ” લેટિન મ્યુજીકની કવીન ” કહે છે. માત્ર 13 વર્ષની ઉંમરે સોની મ્યુઝિક કોલંબિયા સાથે રેકોર્ડિંગની શરૂઆત કરી અને પ્રથમ બે આલ્બમ્સ, મેજિયા (1991) અને પેલિગ્રો (1993) ની વ્યાવસાયિક નિષ્ફળતા મળી પરંતુ તેને હાર ન માની અને આખરે હિસ્પેનિક આલબમના કારણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. શકીરા અંબાણી પરિવારના આંગણે પર્ફોમન્સ કરશે. ખરેખર અંબાણી પરિવારે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નથી.