કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં બન્યો એક એવો કિસ્સો કે જેણે સમગ્ર સમાજને હચમચાવી નાખ્યો. એક માસૂમ 8 વર્ષની બાળકી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું તેણે માનવતા શબ્દને શરમસાર કરી દીધો હતો, આ ઘટનાના 2 વર્ષ બાદ દીકરીને ખરો ન્યાય મળ્યો છે, જે આરોપીએ ફૂલ જેવી દીકરી પર દુષ્કમ આચરીને તેની હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. ચાલો આ ઘટના પર એક નજર કરીએ કે આખરે શું બનાવ બન્યો હતો.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે, આ ઘટનામાં એક પાડોશી શામજી ભીમા સોલંકીએ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મંગાવ્યા હતા. બાળકી જ્યારે બીડી-બાકસ લઈને શામજીના ઘરે ગઈ ત્યારે તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું અને પછી તેની હત્યા કરી નાખી. બાળકીની લાશને કોથળામાં ભરીને એક અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર ગામમાં ભારે ચકચાર મચાવી દીધી હતી.
આરોપી શામજી માચ્છીમારીનો વ્યવસાય કરતો હતો અને દારૂ પીવાનો આદતવાળો હતો. તેની પત્ની તેના આ વ્યસનથી કંટાળીને તેને છોડીને જતી રહી હતી. આરોપીએ બાળકી પર દુષ્કર્મ ગુજારતી વખતે તેના મોઢામાં ડૂમો દઈ દીધો હતો જેથી તે ચીસો ન પાડી શકે. આ ક્રૂર કૃત્યથી બાળકીનું મૃત્યુ થયું હતું.
પોલીસે આ મામલે તુરંત કાર્યવાહી કરીને આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે માત્ર 25 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ કોડીનારની સ્પેશિયલ કોર્ટમાં ચલાવાયો હતો.
આ ઘટનાએ સમગ્ર સમાજને એક પાઠ આપ્યો છે કે આપણે બાળકોની સુરક્ષા માટે વધુ સજાગ રહેવું જોઈએ. આપણે બાળકોને સારા-નરસાનો ફરક સમજાવવો જોઈએ અને તેમને કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપવી જોઈએ.આવી ઘટનાઓ સમાજ માટે એક કલંક છે. આપણે બધાએ મળીને એવા સમાજનું નિર્માણ કરવું જોઈએ જ્યાં દરેક વ્યક્તિ સુરક્ષિત અનુભવી શકે. આપણે બધાએ મળીને બાળકોને સુરક્ષિત રાખવા માટે પ્રયત્નો કરવા જોઈએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.