દિવાળી પહેલા જ અંબાણી પરિવારમાં દિવાળી જેવો માહોલ છે, હાલમાં જીઓ પ્લાઝાનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે અંબાણી પરિવારની તસવીરો વાયરલ થઇ રહી હતી. હાલમાં જ એટલે કે તા8 નવેમ્બર 2023 ના રોજ, નીતા અંબાણીએ હૈદરાબાદમાં રિલાયન્સ રિટેલ દ્વારા પ્રથમ સ્વદેશ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું.
એક રીતે,સૌથી ખાસ વાત એ કે, આ સ્ટોર નીતાનો તેના દેશ પ્રત્યેનો પ્રેમ છે, કારણ કે તેણે પરંપરાગત કલાકારો અને કારીગરોને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. નીતા અંબાણીએ પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું હતું, જે હવે ‘સ્વદેશ સ્ટોર’ દ્વારા સાકાર થઈ રહ્યું છે.
નીતા અંબાણીની પાસે 41 કરોડની કિંમતની 80 કેરેટની હીરાની વીંટી છે, જે તેમણે માત્ર એક જ વાર પહેરી છે. આ વિશે વિગતવાર જાણવા માટે અહીં ક્લિક કરો. આ કાર્યક્રમમાં સાઇના નેહવાલ, પીવી સિંધુ, સાનિયા મિર્ઝા, રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના કામિનેની સહિત અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. નીતા અંબાણીએ પણ ફ્લેગશિપ સ્ટોર માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો, જે ભારતની પરંપરાગત કળા અને કારીગરોને સમર્પિત છે. તેમણે દેશની વર્ષો જૂની કળા અને હસ્તકલાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે તેને સારી પહેલ ગણાવી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.