મિત્રો આપણે સૌ જણીએ છીએ કે પ્રાચીન સમયથી જ ગુજરાતી સંગીત આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે જોકે વચ્ચે એવો પણ સમય આવ્યો કે લોકો ગુજરાતી સંગીત થી દુર થયા અને અન્ય સંગીત તરફ વળ્યા હતા પરંતુ હવે સમય બદલાયો છે ફરી એક વખત ગુજરાતી સંગીતે પોતાની જૂની ઓળખ અને પોતાની ચમક પ્રાપ્ત કરિ છે આપણે સૌ જાણીએ છીએ કા હાલમાં લોકો ગુજરાતી લોક ગીત, ભજન, આખ્યાન અને અન્ય બાબતો ઘણી પસંદ આવે છે તેવામાં આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી સંગીત ને આ ઉચાઇઓ સુધી પહોચાડવા પાછળ ગુજરાતી સંગીતકારો નો ઘણો મોટો હાથ છે.
આપણે સૌ જાણીએ છીએ કે આજે આખા વિશ્વમાં ગુજરાતી સંગીત સંભાળવામાં આવે છે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક કલાકારો જેવા કે કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, ભુવાજી, ગીતા રબારી, કિંજલ દવે, જીગ્નેશ કવિ રાજ જેવા અનેક કલાકારો ને લોકો ઘણા પસંદ કરે છે જોકે જણાવી દઈએ કે આ ગુજરાતી કલાકારો આજે સફળતા ના જે શિખરો પર છે ત્યાં પહોચવા માટે તેમણે ઘણી મહેનત અને સંઘર્ષ કર્યો છે.
આપણે અહી આવાજ એક લોકપ્રિય સંગીતકાર વિશે વાત કરવાની છે. કે જેમના જીવન ની અમુક બાબતો અંગે ઓછા લોકો જાણતા હશે આપણે અહી લોકપ્રિય કલાકાર અને ડાયરા કિંગ રાજભા ગઢવી વિશે વાત કરવાની છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજભા ગઢવી દેશ વિદેશ માં ઘણી મોટી લોક ચાહના ધરાવે છે તેમણે પોતાના અવાજ ના કારણે અનેક લોકોના દિલમાં જગ્યા બનાવી છે અને પોતાના અવાજ થી લોકોને ડોલાવવાનું પણ કામ કર્યું છે પોતાની આગવી છટા અને ભાષા શૈલી ના કારણે લોકો રાજભા ગઢવી ને ગીરના સાવજ અને રાજો ચારણ ના નામથી પણ બોલાવે છે.
જો વાત રાજભા ગઢવી ના અંગત જીવન અંગે કરીએ તો તેમનો જન્મ અમરેલી ના કનકાઈ બાણેજ માં ગીર લીલાપાણી ના નેશમાં થયો હતો. જોકે રાજભા ગઢવીએ કોઈ પણ પ્રકારનો અભ્યાસ મેળવ્યો નથી. પોતાની આવડત અને કુશળતા નાં આધારે અભ્યાસ ના હોવા છતા પણ રાજભા ગઢવીએ અનેક રચનાઓ કરી છે તેઓ એક સારા લોક સાહિત્યકાર કવિ અને ગીતના રચયતા પણ છે.
તેમણે અનેક ગીત લખ્યા છે જે પૈકી સાયબો રે ગોવાળયો, મરજી પાઘડીવાળા ઉપરાંત દેવાયત બોદરને સપને આવી એની રાજ્પુતાની બેન જેવા અનેક સાહિત્ય ની રચના કરી છે જે લોકોને ઘણી પસંદ આવી છે તેમની રચનાઓ અનેક અન્ય કલાકરો પણ ગાતા જોવા મળે છે. જણાવી દઈએ કે બાળપણથી જ રાજભા ગઢવી ગીરના જંગલોમાં કુદરત ના ખોળેજ ખેલીને મોટા થયા છે કે જે તેમની બોલવાની છટા અને તેમની ભાષા શેલીમાં જોઈ શકાય છે કેજે તેમને અન્ય કરતા અલગ અને ખાસ બનાવે છે તેમની વાણી અને બુલંદ અવાજ ના અનેક લોકો દિવાના છે.
શરૂઆત થી જ પશુ પાલન સાથે જોડાયેલા રાજભા ગઢવી આજે પણ ઘરમાં અનેક પશુઓ સાચવે છે શરૂઆત માં આજ પ્રવૃત્તિ કરી પોતાની અને ઘરનું ગુજરાન ચલાવતા હતા જોકે હાલમાં રાજભા ગઢવી ગીરને બદલે જુનાગઢ માં વસ્યા છે. તેમણે રચેલી તમામ કૃતિઓ આજે પણ ગીતા ગંગોત્રી નામની પુસ્તક માં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છે કે પ્રથમ વખત ક્યારે રાજભા ગઢવીએ ગાવાની શરૂઆત કરી.
બાળપણ માં જ પશુઓ ચરાવવા જતા રાજભા ગઢવી રેડિયો પર ભજન સંભાળતા અને ગાતા હતા તેવામાં એક વખત વર્ષ ૨૦૦૧ માં સતાધાર પાસે ના રામપરા ગામમાં એક કાર્યક્રમ માં બોલાવવામાં આવેલ મુખ્ય સિંગરો મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવી ને સ્ટેજ પર જવાનો મોકો મળ્યો ત્યારે તેમણે પોતાના અવાજથી એવી રમઝટ બોલાવી કે પછી આસપાસ ના ગામના અનેક કાર્યક્રમો તેમને મળ્યા અને તેઓ સફળતા ના શિખરો સર કરતા ગયા. જણાવી દઈએ કે હાલમાં રાજભા ગઢવી ના પરિવાર માં તેમના માતા પિતા અને પત્ની ઉપરાંત એક દીકરો અને બે દિકરી છે.