આપણા ગુજરાતી લોકો ખાવા પીવાના કેટલા બધા શોખીન હોય છે આપ સૌ કોઈ ખાસ કરીને જાણો જ છો આપણે ત્યાં સવારના નાસ્તા થી લઈને રાતના જમવા સુધીની અનેક નવી નવી વાનગીઓ આપણા રાજ્યની અંદર બનતી હોય છે. સવારે નાસ્તામાં ગાઠીયા, કચોરી ગોટા ચણામઠ તો બપોરના જમવામાં ઊંધિયું પુરી, દાળ પુરી જેવા અનેક પકવાન બનતા હોય છે જેનું ઠેર ઠેર વેચાણ પણ થતું હોય છે.
એવામાં આજના આ લેખના માધ્યમથી દરેક ગુજરાતી જ નહીં પરંતુ આપણા દેશના અનેક લોકોના મોઢા વળગેલ સમોસા વિશે વાત કરવાના છીએ, સમોસા એક એવી વસ્તુ છે જે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોને પણ ખુબ જ પસંદ આવતા હોય છે જો તમે શાળાના દિવસોમાં જોયું જ હશે કે નાસ્તાની લારી કે કેન્ટીનમાં સમોસાની ભારે ભીડ જોવા મળતી હોય છે, આથી જ આજે અમે આ સમોસા વિશે જણાવાના છીએ. તમને ખબર જ હશે કે સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસા કરીને અનેક દુકાનો હાલ ચાલી રહી છે તો આ લેખના માધ્યમથી અમે સુરેન્દ્રનગરની જ એક સમોસાની દુકાન વિશે જણાવાના છીએ.
જે પોતાના ગ્રાહકોને સમોસાનો ઉત્તમ સ્વાદ આપી શકી છે, મિત્રો આ દુકાન બીજી કોઈ નહીં પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાની રાજેશ સમોસા હાઉસના સમોસા વિશે આજે વાત કરવાના છીએ,આ દુકાન વિશે કહેવામાં આવે છે કે જયારે પણ તમે સુરેન્દ્વનગર ખાતે આવો તો એક વખત જરૂરથી રાજેશના સમોસાનો સ્વાદ માણવો નહિતર તમારું સુરેન્દ્રનગર ખાતે આવું વ્યર્થ જવાનું છે, ફક્ત આ દુકાને તમને સમોસા જ નહીં પરંતુ સવારના નાસ્તા તરીકે કચોરી, પવા બેટેટા, ખમણ, કચોરી,સેન્ડવીચ ઈડલી જેવી અનેક વાનગીઓ પણ તમને મળી રહેશે.
વર્ષો પેહલા શરૂઆત કરવામાં આવેલ આ દુકાનને હાલ દીપકભાઈ સંભાળી રહયા છે, આ સમોસાની ખાસ વાત એ છે કે આ સમોસાનો જે અંદરનો મસાલો છે તેને તેઓ જાતે જ તેમની દુકાનમાં બનાવે છે અને કોઈ પ્રકારે બહારના તૈયાર મસાલાનો ઉપોયગ કરવામાં. આ સમોસા સાથે તમને લીલી ચટણી તથા આંબલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે, એટલું જ નહીં મિત્રો અહીં બે પ્રકારના સમોસા મળી રહે છે જેમાં રેગ્યુલર તથા પંજાબી સમોસા મળી રહી છે.
જો તમે એક સુરેન્દ્રનગર જાવ તો એક વખત રાજેશ સમોસાની દુકાનના સમોસા જરૂરથી ખાજો જેનું સરનામું અમે નીચે આપીએ છીએ:
મેઈન રોડ, સુરેન્દ્રનગર HO, સુરેન્દ્રનગર-ગુજરાત – 363001 (સત્તા હોલની સામે)