હાલ ચારેકોર લગ્ન ગાળો ચાલી રહ્યો છે ત્યારે હાલ અનેક લોકો લગ્નના બંધનમાં બંધાય રહયા છે, બૉલીવુડ સ્ટારથી માંડીને સામાન્ય માણસો પણ લગ્નના બંધનમાં બંધાય રહ્યા છે, એવામાં હાલ એક ખાસ ખબર તથા તસવીરો હાલ સામે આવી છે જેમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી એવી રકૂલ પ્રીત સિંહ લગ્નના બંધનમાં બંધાય ચુકી છે જેની લગ્નની તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
છેલ્લા થોડાક દિવસોથી રકૂલ પ્રીત સિંહ પોતાનાં લગ્નની વાતને લઈને સોશિયલ મીડિયા પર તથા સમાચારપત્રો પર પણ ખુબ ચર્ચિત રહી હતી, તમને જણાવી દઈએ કે રકૂલ પ્રીત સિંહ જૈકી ભગનાની સાથે લગ્નના બંધનમાં બંધાય હતી. 21 ફેબ્રુઆરીના રોજ રકૂલ પ્રીત સિંહ જૈકી ભગવાન સાથે લગ્નના બંધનમાં બંધાય હતી, લગ્નના આ પ્રસંગને ગોવાના આલીશાન હોટેલ “ITC ગ્રેન્ડ” હોટલમાં આયોજિત કરવામાં આવ્યા હતા.
હાલ સોશિયલ મીડિયા પર લગ્નની અનેક તસવીરો વાયરલ થઇ રહી છે જેમાં લગ્નમાં શિલ્પાએ શેટ્ટી, રાજ કુન્દ્રા, વરુણ ધવન તથા ભૂમિ પેડણેકર જેવા અનેક બૉલીવુડ સુપરસ્ટારોએ જમાવડો થયો હતો.રકૂલ પ્રીત સિંહે તરુણ તહીલિયાનીનો લહેંગો પેહર્યો હતો જેમાં તે ખુબ સુંદર તો લાગી રહી હતી સાથો સાથ ખુબ વધારે ક્યૂટ લાગી રહી હતી. જયારે જેક્કી ભગનાની પણ દુલ્હાના જોડામાં ખુબ હેન્ડસમ લાગી રહ્યો હતો.
જેક્કી ભગનાને બેજ ટોન વાળા ગોલ્ડન વર્ક કરેલ શેરવાની પેહરી હતી જે રકૂલ પ્રીત સિંહના આઉટફિટ સાથે ખુબ મેચ થતી હતી, જો અભિનેતાના લુક વિષે વાત કરીયે તો તે એકદમ વરરાજા જેવો સજ્યો ધજયો હતો જેમાં સાફો તથા મેચિંગ નેકલેસ પેહર્યો હતો જેમાં તે ખુબ સુંદર લાગી રહ્યો હતો, આ ખાસ તસવીરો રકૂલ પ્રીત સિંહે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરી હતી.
રકૂલ પ્રીત સિંહ વિશે જો વાત કરવામાં આવે તો અભિનેત્રીએ સાઉથ ઇન્ડસ્ટ્રી સાથે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીને અનેક હિટ ફિલ્મો આપી ચુકી છે જ્યારે જૈકી ભદનાનીની અનેક બૉલીવુડની અનેક ફિલ્મોમાં દેખાય ચુક્યો છે, હાલ ચારેય કોર આ જોડીને લગ્નની શુભેચ્છાઓ પાઠવામાં આવી રહી છે.