પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ પ્રદર્શનને વધુ ચમકદાર બનાવવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ભારતીય એથ્લેટ્સનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
આ ખાસ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન, નીતા અંબાણીએ પોતાની અનોખી શૈલીમાં સૌનું ધ્યાન ખેંચ્યું. તેમણે સફેદ રંગનો અનારકલી સેટ પહેરીને સરળતા અને ઠાઠ બંનેનું સુંદર મિશ્રણ રજૂ કર્યું હતું.
આ સમારોહમાં ભારતના અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ હાજર રહ્યા હતા. જેમાં બેડમિંટન ચેમ્પિયન લક્ષ્ય સેન, મુક્કેબાજ લવલીના બોરગોહેન, શૂટર મહેશ્વરી ચૌહાણ અને અનંતજીત સિંહ નરૂકા જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, નિશાનેબાજી અને એથ્લેટિક્સના અન્ય ઘણા ખેલાડીઓ પણ આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
પેરિસ ઓલિમ્પિક દરમિયાન, રિલાયન્સ ફાઉન્ડેશને ભારતીય સંસ્કૃતિ, કલા, ખેલ અને રસોઈનું પ્રદર્શન કરવા માટે ‘ઇન્ડિયા હાઉસ’ની શરૂઆત કરી છે. આ ઇન્ડિયા હાઉસ ભારતની સમૃદ્ધ વિરાસતનું એક અનન્ય અને વ્યાપક પ્રદર્શન છે. રિ લયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ સમારોહ ભારતીય એથ્લેટ્સ માટે ગૌરવનો પ્રસંગ હતો.
View this post on Instagram