ભક્તિ ભગવાનને પામવાનો દ્વાર છે, નરસિંહ મહેતા, ભક્ત ગોરા કુંભાર, મીરાભાઈ, જેસલ તોરલ, બજરંગદાસ બાપુ અને જલારામ બાપા જેવા અનેક સંતો અને મહાપુરુષોએ ભક્તિ થકી ભગવાનને પામ્યા છે અને ભગવાને પણ પોતાના ભક્તને વ્હારે આવ્યા પણ છે. આજે અમે આપને ચોટીલા ગામના એક એવા ભક્ત વિષે જણાવીશું તેમને ઠારક પ્રત્યે અતૂટ ભરોસો છે, 80 વર્ષની ઉંમરમાં પણ અતૂટ ભક્તિ કરી રહ્યા છે, આ તેમની તપશ્ચર્યા એ ઈશ્વરને સમીપે લઇ જાય છે.
આ વાયરલ વિડીયો વિષે વિગતાર માહિતી આપીએ તો 80 વર્ષના આ બાપા જન્મથી જ બેઠા નથી અને લાંબા થઇને સુતા નથી. માત્ર એક સ્થિતિમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે તેમજ સૌથી ખાસ વાત એ કે તેઓ દર વર્ષે પગપાળા યાત્રા કરે છે, અને તેમનું કહેવું છે કેદ્વારકાધીશ મને તેડી જાય અને મૂકી જાય. ખરેખર ભગવાનના ભરોહે જ માણસ ભવ સાગર તરી શકે છે. જીવનમાં ભગવાન પ્રત્યેની ભાવના તમારી દ્રઢ હોય તો ભગવાન ભેળે જ રહે છે.
આ વિડીયો આપણને સૌ કોઈને ભગવાનની ભક્તિના માર્ગ તફર લઇ જાય છે, જીવનમાં માત્ર ભગવાનની ભક્તિ થકી જ પરમાત્માને પામી શકાય છે. ભક્તિ નરસિંહ મહેતાએ એવી કરી કે દ્વારકાધીશ પોતે વાણોતર બનીને એન કામ કરવા દોડી આવતો, 52 વખત કાળિયા ઠાકર નરસિંહ મહેતાના વ્હારે આવીને જૂનાગઢને પાવન કર્યું. ભક્તિની શક્તિ શું છે, એ આ 80 વર્ષના દાદાએ પણ સાબિત કરી બતાવી છે, ઘન્ય છે અને વંદન છે આ દાદાની ભક્તિને
View this post on Instagram
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.