હાલમાં આઈ.પી.એલ.ની સિઝન ચાલુ છે, ત્યારે સોશિયલ મીડિયામાં નીતા અંબાણીના અનેક વિડીયો વાયરલ થઇ રહ્યા છે. હાલમાં જ મુંબઈ અને ગુજરાતની ટિમ વચ્ચે જ્યારે મેચ હતો, ત્યારૅ ક્રિકેટના સ્ટેડિયમમાં નીતા અંબાણીને જોઈને સૌ કોઈ ” નીતા કાકી ” ની બૂમો પાડી હતી. આ સાંભળીને નીતા અંબાણીએ સૌ ચાહકોને હાથ ઊંચો કર્યો હતો. ફરી એકવાર ક્રિકેટ સ્ટેડિયમમાં નીતા અંબાણીએ સૌ કોઈનું દિલ જીતી લીધું છે. ચાલો અમે આપને આ વાયરલ વિડીયો વિષે વધુ વિગતવાર માહિતી આપીએ કે, આખરે એવું તે શું થયું કે, ફરી એકવાર નીતા અંબાણી ચર્ચામાં આવ્યા છે.
આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, નીતા અંબાણી મેચ જોઈ રહ્યા હોય છે, ત્યારે સ્ટેડિયમમાં બેથેલ લોકો જોર જોરથી ” જય શ્રી કૃષ્ણ ” ની બૂમો પાડે છે. આ સાંભળીને નીતા અંબાણી પાછળ ફરે છે ને, બંને હાથ જોડીને સૌને જય શ્રી કૃષ્ણ કહે છે અને સ્મિત કરે છે. ખરેખર નીતા અંબાણીની આ સાદગી જોઈને સૌ કોઈ તેમના વખાણ પણ કરી રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે નીતા અંબાણી શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે, તેઓ શ્રી કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
નીતા અંબાણી દેશના સૌથી ધનિક વ્યક્તિના પત્ની હોવા છતાં પણ કોઈપણ જાતના અભિમાન વગર તેમણે મેચ છોડીને સૌને જય શ્રી કૃષ્ણ કર્યા છે. ખરેખર તેમને ગુજરાતીઓની પરંપરા અને તેમના સંસ્કારને નિભાવ્યા છે. આપણે જાણીએ છે કે ગુજરાતીઓ જયારે પણ એક બીજાને મળે છે, ત્યારે જય શ્રી કૃષ્ણ અચૂકપણે બોલે છે. નીતા અંબાણીની નાની પુત્ર વધુ પણ નીતા અંબાણીની જેમ જ જય શ્રી કૃષ્ણ અચૂકપણે બોલે છે.
અંબાણી પરિવાર માત્ર પૈસાથી ધનવાન નથી પરંતુ તેઓ પોતાના સંસ્કારથી વધુ ધનવાન છે. કહેવાય છે કે, સંસ્કાર ક્યાંય પણ વેંચતા નથી મળતા એટલે તે મૂલ્યવાન છે. સૌથી ખાસ વાત એ કે, અંબાણી પરિવાર અતિ ધાર્મિક છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી નાથજીમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. નીતા અંબાણી જય શ્રી કૃષ્ણ બોલવાનો આગ્રહ વધુ રાખે છે. નીચે આપેલ વિડીયો દ્વારા તમે જોઈ શકશો કે નીતા અંબાણીએ સૌને જય શ્રી કૃષ્ણ કર્યા.
View this post on Instagram