આપણે સૌ કોઈ જાણીએ છે કે બૉલીવુડના કલાકારોના સંતાનો ખુબ જ વૈભવશાળી જીવન જીવતા હોય છે, હાલમાં જ બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન ચર્ચાનો વિષય બની છે, તમને જાણીને નવાઈ લાગશે કે સુહાના ખાને પબ્લિક એપિયરન્સમાં પોતાના સ્ટાઇલિશ અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું.
હાલમાં જ તે પોતાના ભાઈ આર્યન ખાનના લક્ઝરી આઉટફિટ બ્રાન્ડ ‘D’YAVOL’ના લોન્ચમાં પહોંચી હતી અને તેના લુકે ફરી એકવાર સૌને ચોંકાવી દીધા હતા.આ ઇવેન્ટમાં સુહાનાએ ‘PH5’ લેબલની ટેન્ક ડ્રેસ પસંદ કરી હતી. તેનો આઉટફિટ મોર્ડન અને બોહો વાઇબ્સનું મિશ્રણ હતું, જેમાં આકર્ષક ફ્લોરલ ડિઝાઇન પણ સામેલ હતી.
આ ઉપરાંત, ડ્રેસમાં સ્ક્વેરનેક, સ્પેગેટી સ્ટ્રેપ અને સ્કેલ્પ્ડ હેમ સાથે થાઈ-હાઈ સ્લિટ હતું. ડિઝાઇનરના જણાવ્યા મુજબ, આ ડ્રેસ 78.6% રિસાયકલ વિસ્કોસ, 15.4% રિસાયકલ રેયાન, 4.4% પોલિએસ્ટર, 1.6% સ્પેન્ડેક્સથી બનેલો છે. આ આઉટફિટની કિંમત 640 યુરો એટલે કે 58,524 રૂપિયા છે.
પોતાના લુકને પૂર્ણ કરવા માટે સુહાનાએ ‘હર્મિસ સેસમ એપ્સમ કેલી 25 સેલિયર ગોલ્ડ હાર્ડવેર’ બેગ કેરી કર્યું હતું. બેગની ખાસિયતની વાત કરીએ તો, આધિકારિક વેબસાઇટના મુજબ, તેના અંદરના ભાગમાં ટોનલ શેવર લેધર લગાવવામાં આવ્યું છે. તેની કિંમત 26,570 અમેરિકન ડોલર એટલે કે 22,25,698 રૂપિયા છે.
થોડા સમય પહેલા, સુહાનાએ પોતાના મિત્રો સાથેની નાઇટ આઉટની એક તસવીર શેર કરી હતી. .સુહાના ખાનની ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. તે યુવા પેઢી માટે એક ફેશન આઇકન છે. તેના લુકમાં હંમેશા કંઈક નવું અને અલગ જોવા મળે છે. સુહાનાના આ લક્ઝરી આઉટફિટ્સે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ફક્ત એક અભિનેત્રી જ નહીં પરંતુ એક ફેશન આઇકન પણ છે. ખરેખર આ કિંમત જાણીને નવાઈ લાગે પરંતુ તેમના માટે આ સામાન્ય કિંમત કહેવાય છે.