આ જગતના કંઈપણ વસ્તુ માનવી માટ અશક્ય નથી. કહેવાય છે ને કે, નસીબને બદલવું એ વ્યક્તિનાં હાથમાં હોય છે. આજે અમે આપને એક એવી મહિલા વિશે વાત કરીશું જે માત્ર ચાર ચોપડી ભણેલ છે છતાં પણ આજે મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. ચાલો અને આપને જણાવી કે આ મહિલા કઈ રીતે કમાણી કરે છે.
વાત જાણે એમ છે કે, ઉત્તરપ્રદેશના પૂર્વાંચલનાં જૌનપુર જિલ્લામાં રખવા નામનું એક નાનકડું ગામ આવેલું છે અને આ ગામમાં શશીકલાબેનનાં લીધે આજે આ ગામની અમેરિકા, ફિજી અને દુબઈમા ‘અમ્મા કી થાલી’ જાણીતી છે. 2016માં આ ગામમાં 4G ઈન્ટરનેટ પહોંચ્યું ત્યારે ત્રણ બાળકોનાં માતા શશિકલા ચૌરસિયાએ સ્વપ્નમાં નહી વિચાર્યું હોય કે તેઓ લખપતિ બની જશે.
શશિકલાના દીકરા ચંદને યૂટ્યૂબ અને ઈન્ટરનેટની તાકાતને ઓળખીને ચેનલ બનાવી. આજે તેમની ચેનલ 1.6 મિલિયન એટલે કે 16 લાખ સબસ્ક્રાઈબર્સ છે. આ યૂટ્યૂબ ચેનલની મદદથી તેઓ દર મહિને સરેરાશ 70 હજાર રૂપિયા કમાણી કરે છે.શશિકલા શરૂઆતથી જ એટલું સ્વાદિષ્ટ ભોજન બનાવતા અને લોકો દ્વારા તેમના ભોજનના ખૂબ વખાણ પણ થતાં હતા. શશિકલા આટલામાં સંતુષ્ટ પણ હતા. 29 વર્ષીય દીકરા ચંદને મિત્રો પાસેથી જાણવા મળ્યું કે, યુટ્યુબ પર વિડીયો પોસ્ટ કરીને રૂપિયા કમાઇ શકાય છે.
પહેલા તો આ વાત શશિકલા બહેનને ગળે ના ઉતરી. તેમને થયું કે ચૂલા પર બનતા ભોજનનો વિડીયો કોઈ કેમ જોશે અને રૂપિયા કેમ આપશે? 1 નવેમ્બર 2017ના રોજ તેમનો પહેલો વિડીયો અપલોડ કરવામાં આવ્યો. ‘બૂંદી કી ખીર’નો વિડીયો તેમની યૂટ્યૂબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ધોરણ 5 સુધીનો અભ્યાસ કરનારા શશિકલાને કેમેરા સામે આવવામાં સંકોચ થતો હતો એટલે તેમની શરત એ હતી કે તેમનો ચહેરો ના દેખાવો જોઈએ. વિડીયો બનાવ્યો અને અપલોડ કર્યો પરંતુ 15-20થી વધુ વ્યૂ ના આવ્યા. જોકે, તેમણે હિંમત ના હારી.
શશિકલા છેલ્લા 30 વર્ષથી ભોજન બનાવી રહ્યા છે અને તેઓ તેમાં જ ખુશ હતા. પરંતુ બાળકો તેમને આગળ લઈને આવ્યા. મે 2018માં તેમણે ‘આમ કા અચાર’ એટલે કે કેરીના અથાણાનો વિડીયો પોસ્ટ કર્યો. આ વિડીયો વાયરલ થઈ ગયો અને લાખો લોકોએ જોયો. એ દિવસ અને આજની ઘડી ‘અમ્મા કી થાલી’ને ક્યારેય પાછું વળીને નથી જોવું પડ્યું.
મા કે દાદીના હાથનો સ્વાદ આપી શકે તેવી કોઈ ચેનલ નહોતી. એટલે જ તેમણે પોતાની ચેનલનું નામ અમ્મા કી થાલી રાખ્યું. હવે ચંદન આ ચેનલનો ટેક્નિકલ પક્ષ જુએ છે, પંકજ વિડીયો બનાવે છે અને સૂરજ એડિટ કરે છે. સાથે જ શશિકલાના બેંક અકાઉન્ટમાં રૂપિયા આવે છે.શશિકલાના ત્રણેય દીકરાઓ જોબ, ઘર અને બિઝનેસમાં વ્યસ્ત હોય છે. સમય મળે ત્યારે તેઓ યૂટ્યૂબ ચેનલનું કામ સંભાળે છે.