અયોધ્યામાં શ્રી રામ લલ્લા બિરાજમાન થઇ ગયા છે, ત્યારથી દરેક ભક્તોની ઈચ્છા શ્રી રામ દર્શનની છે, ખરેખર 500 વર્ષની રાહ જોયા બાદ આપણને શ્રી રામ મળ્યા છે. આ સિદ્ધિ એ સામાન્ય નથી અનેક કાર સેવકોએ શ્રી રામજી માટે બલિદાન આપ્યું છે તેમજ અનેક સાધુ-સંતો અને રાજકીય નેતાઓ એ પણ દિવસ રાત એક કરીને શ્રી રામ મંદિરના નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે, ત્યારે આપણે અતિ ભવ્ય અને દિવ્ય શ્રી રામ મંદિરને નિહાળી રહ્યા છે. અયોધ્યા નગરી એ પ્રભુ રામની જન્મભૂમિ છે.
મોટાભાગના શ્રદ્ધાળુઓ અયોધ્યા દર્શનાર્થે જતા પરંતુ શ્રી રામજીને ટેન્ટમાં નિહાળીને ખરેખર દુઃખદ લાગણી અનુભવતા પરંતુ હવે દરેક શ્રદ્ધાળુઓની ઈચ્છા છે કે તેઓ અયોધ્યામાં શ્રી રામજીના દિવ્ય દર્શન કરે. રેલવે મંત્રાલય દ્વારા શ્રી રામજીના દર્શનાર્થે અર્થે અને ટ્રેન રાજ્યોમાં શરૂઆત કરવામાં આવી છે, ત્યારે અમે આપને આજે આ બ્લોગના માધ્યમથી જણાવીશું કે અમદાવાદથી અયોધ્યા કઈ ટ્રેનમાં જવું જોઈએ અને અયોધ્યાની ટીકીટનો ભાવ શું છે?
ગુજરાતીઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરી શકે તે માટે ખાસ કરીને અમદાવાદથી અયોધ્યા જવા માટે ટ્રેન નંબર- 19165 – Sabarmati Express ની સુવિધા ઉપલબ્ધ છે. આ ટ્રેનનો સમય જાણીએ તો આ ટ્રેન અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:10 વાગ્યે શરૂ થાય છે. આ ટ્રેન બુધવાર, શુક્રવાર અને રવિવારે આ ટ્રેન શરૂ હોય છે. જેથી તમેં તમારા સમયનુસાર અયોધ્યાના દર્શનાર્થે જઈ શકો છો.
સૌથી ખાસ વાત એ છે કે, અમદાવાદથી અયોધ્યાની વચ્ચે 62 સ્ટેશનો પર સ્ટોપ આવૅ છે, જેમાં નડિયાદ, રતલામ , નાગડા જં, ઉજ્જૈન જં, બિયાવરા રાજગઢ, અશોક નગર, લલિતપુર વગેરે સ્ટેશનો સમાવેશ થાય છે. જેથી તમે અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM વાગ્યે પહોચશો.
અમદાવાદથી અયોધ્યા ટ્રેનનું ભાડું ટ્રેનના પ્રકાર, સીટની શ્રેણી અને ટ્રેનની મુસાફરીના સમય પર આધારિત છે, ટ્રેન નંબર- 19165 – Sabarmati Express ની ટિકિટ 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે. તમે તમારા બજેટ અનુસાર ટિકિટ બુક કરાવીને પ્રભુ શ્રી રામમાં દિવ્ય દર્શનનો લાહ્વો લઇ શકો છો, તો બોલો જય શ્રી રામ!