હાલમાં ઉનાળાનું વેકેશન ચાલુ થઈ રહ્યું છે, ત્યારે તમે ફરવા જવાનું વિચારી જ રહ્યા હશો કે, આખરે ક્યાં ફરવા જવું? આજે અમે આપને એક એવા સ્થાન વિશે જણાવીશું જે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડકનાં અનુભવ સાથે દિવ્યતા અનુભવાશે. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. ત્યારે આ વાત ખૂબ જ ઐતિહાસિક છે. ચાલો ત્યારે અમે આપને જણાવીકે આખરે આ સ્વર્ગરૂપી સ્થાન ક્યાં આવેલું છે?
જો તમે પ્રકૃતિ પ્રેમી અને રોમાંચક અનુભવ માણવા માંગતા હોય તો આ સ્થાની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. ગુજરાતમાં જ આવેલું આ હિલ સ્ટેશનનું નામ છે ડોન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રનાં નાસિક જીલ્લાની બોર્ડર પર આવેલું છે. આ સ્થાન અતિ મનોહર અને રમણીય છે.આહવાથી ડોનગામ માટે 38 કિલોમીટર દૂર છે, જે સાપુતારાથી 17 મીટર ઊંચું અને 10 ગણો વધારે વિસ્તાર ધરાવતું છે. સહ્યાદ્રી પર્વતમાળા ખુશનુમા ઊંચાઈ, હરિયાળા ઢોળાવો, નદી, ઝરણા બધું જ ધરાવે છે.
અત્યાર સુધી તમે આબુ અને સાપુતારા ગયા હશો પરતું આ સ્થાન ફરવાલાયક તો છે પરંતુ અતિ પવિત્ર પણ છે. વાત જાણે એમ છે કે, આ ડોનની ઊંચાઈ 1000 મીટર છે. અહીં કહેવામાં આવે છે, કારણ કે અહી ભગવાન શિવ, સીતાજી, હનુમાનજીની દંતકથાઓ જોડાયેલી છે. એડવેન્ચર પ્રેમીઓ માટે આ સ્થળને ટ્રેકિંગ માટે બેસ્ટ ગણવામાં આવે છે અને એ જ કારણ છે કે અહી પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જોવા મળે છે.આ હિલ સ્ટેશનનું નામ ડોન પાડવા પાછળ પણ એક ઈતિહાસ છે.
અંજની પર્વત પાસે આવેલ આ જગ્યાનો સંબંધ રામાયણ સાથે છે. રામાયણનાં સમયે અહી ગુરુ દ્રોણનો આશ્રમ હતો અને વનવાસ દરમિયાન, ભગવાન રામ અને સીતા અહી જ આવ્યા હતા. ગુરુ દ્રોણનાં આશ્રમને કારણે આ જગ્યા દ્રોણ તરીકે ઓળખાતી હતી અને પછી આ પરથી જ આ જગ્યાનું નામ ડોન થઇ ગયું. અહી અંજની પર્વત અને કુંડ પણ આવેલો હોવાથી આ સ્થાન હનુમાનજીનું જન્મસ્થળ હોવાનું મનાય છે.
દંત કથા મુજબ માતા અંજનીએ શિવજીની આરાધના કરી હતી, આ સ્થાનેએક શિવલિંગ પણ છે. માત્ર એટલું જ નહીં અહી ભગવાન રામ અને માતા સીતાનાં પગલાં અને ડુંગરનાં નીચલા ભાગ પર પાંડવ ગુફા પણ જોવા મળે છે. આ શિવમંદિરની પાસે હનુમાનજીનું મંદિર પણ આવેલું છે. ખરેખર આ સ્થાન ખૂબ જ પવિત્ર છે. જો તમેં ઉનાળામાં બહાર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો અહીંયા જરૂર આવજો.