હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર અંબાણી પરિવારની ચર્ચાઓ થઇ છે કારણ કે અંબાણી પરિવારના આંગણે લીલા તોરણીયા બંધાઈ રહ્યા છે, હાલમાં જ અંબાણી પરિવારના ઘરે અનંત અને રાધિકાના લગ્ન લખાયા છે, આ શુભ અવસરે નીતા અંબાણી અને બન્ને પુત્રવધુઓ સહીત તેમની દીકરીની ખાસ તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં જોઈ શકશો કે તેઓ ખુબ જ સુંદર લાગી રહી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે અંબાણી પરિવારના લગ્ન હમેશા ખાસ જ હોય છે.
સૌથી ખાસ વાત એ છે કે, માર્ચ 2024માં તેમની પ્રી-વેડિંગ જામગર ખાતે યોજાઈ રહી છે અને આ તમામ વિધિઓ જામનગર ખાતે ચાલી રહી છે. હાલમાં જ તસવીરો સામે આવી છે. નીતા અંબાણી ખુબ જ સુંદર રીતે તૈયાર થયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, નીતા અંબાણીએ પુત્ર અનંત અંબાણીની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની માટે અનામિકા ખન્નાના કલેક્શનમાંથી લહેંગા પસંદ કર્યો હતો. અનંત અંબાણીની ‘લગન લખવાનુ’ માટે, નીતા અંબાણીએ આરી, જરદોસી અને થ્રેડવર્કની વિગતો સાથે બહુ રંગીન લહેંગા પહેર્યો હતો.
નીતા અંબાણી ગુજરાતી જ હોવાથી પરંપરાગત રીતે આ લહેગાને ‘ઘરચોળા અને ‘ ચંદેરી જેવો જ દેખાવ આપ્યો છે. નીતાએ ભારે નેકપીસ, મેચિંગ ઇયરિંગ્સ અને માંગ ટીક્કા સાથે તેના દેખાવને સ્ટાઇલ કર્યો. મિનિમલ મેકઅપ સાથે ગ્લાસી લિપ્સ, ગુલાબી બિંદી અને નીચા બનમાં બાંધેલા વાળ તેના લુકને સુંદર બનાવે છે.
સૌથી ખાસ વાત એ કે, ઈશા અંબાણીએ પણ તેના ભાઈ અનંતના પહેલા ફંક્શન માટે પ્રખ્યાત ડિઝાઈનર અનામિકા ખન્નાના પોશાકની પસંદગી કરી હતી તેમજ રાધિકાએ અનામિકા ખન્નાના પેસ્ટલ બ્લુ-ટોનવાળા લહેંગાને પસંદ કર્યો હતો. તેણીના પોશાકમાં સુંદર ફ્લોરલ ગુલાબી ચોલીનો સમાવેશ થતો હતો, જે મેચિંગ દુપટ્ટા સાથે પેસ્ટલ બ્લુ ટોનવાળા લેહેંગા સાથે જોડાયેલો હતો, જે સાડીની શૈલીમાં તેના ખભા પર પિન કરવામાં આવ્યો હતો. રાધિકાએ થ્રી-લેયર નેકપીસ, મેચિંગ એરિંગ્સ, માંગ ટીક્કા અને ડાયમંડ બ્રેસલેટ સાથે પોતાનો લુક સંપૂર્ણ રિતે આકર્ષક બનાવ્યો છે.
લગ્ન લખાણની રસમ અંબાણી પરિવારએ ખુબ જ હરખભેર અને ભવ્ય રિતે પૂર્ણ કરી છે. સૌથી ખાસ વાત એ કે અંબાણી પરિવારના આ લગ્નમાં વોકલ ફોર લોકલને વધુ પ્રમોટ કરવામાં આવ્યું છે, જેથી લગ્નમાં મહેમાંનો જે ગિફ્ટ આપશે તે પણ ગુજરાતની બાંધણી હશે, ખરેખર અંબાણીના લગન ખૂબ જ ભવ્ય અને શાનદાર હોય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.