ભારતીય ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ગુરુવારે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક અનોખો રેકોર્ડ બનાવી લીધો. જયદેવે 2010માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાની બીજી ટેસ્ટ મેચ રમવામાં તેને 12 વર્ષનો સમય લાગી ગયો. સૌથી વધારે ટેસ્ટ મેચમાં બહાર રહેવાનો ભારતીય ખેલાડી બન્યો. ડાબોડી સ્પિનર કુલદીપ યાદવની જગ્યાએ તેને રાખવામાં આવ્યો છે.
ચટગાંવમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતની 188 રનની જીત બાદ ‘મેન ઓફ ધ મેચ’ તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો હતો.
ચાલો ત્યારે અમે આપને જયદેવની જીવન સફર વિશે જણાવીએ. જયદેવનો જન્મ ગુજરાતનાં પોરબંદર શહેરમાં 18 ઓક્ટોબર 1991નાં રોજ થયો હતો.
જયદેવ ઉનડકટે 12 વર્ષ પહેલા 16 ડિસેમ્બર, 2010ના રોજ સાઉથ આફ્રિકા સામે સેંચુરિયન ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે રાહુલ દ્રવિડ કોચ નહીં પરંતુ પ્લેઈંગ ઈલેવનનો ભાગ ગતા. વિરાટ કોહલીએ ત્યારે ડેબ્યૂ પણ નહોતું કર્યું.
હવે તેણે 2010 બાદ 118 મેચોમાંથી બહાર રહ્યા બાદ ટીમમાં વાપસી કરી છે. આ ભારત તરફથી એક રેકોર્ડ છે જ્યારે વર્લ્ડ ક્રિકેટમાં સૌથી વધારે ટેસ્ટ મેચોમાં બહાર રહેનારા ખેલાડીઓના લિસ્ટમાં તે બીજા સ્થાન પર આવ્યો છે. જયદેવ એ 2019-20માં પહેલીવાર કેપ્ટનશિપ કરતાં સૌરાષ્ટ્રને રણજી ચેમ્પિયન બનાવ્યું. આ સીઝનમાં તેણે 67 વિકેટ લીધી હતી અને વર્ષ 2022વિજય હઝારે ટ્રોફીમાં પણ કેપ્ટન ઉનડકટે ટ્રોફી જીતી હતી. આ ટુર્નામેન્ટમાં તેણે 10 મેચમાં 19 વિકેટ લીધી હતી.
વર્ષ 2015-16થી અત્યારસુધીમાં 58 મેચમાં 241 વિકેટ લીધી છે IPL 2017માં 12 મેચમાં 24 વિકેટ તેના નામે છે. આજે ક્રિકેટની દુનિયામાં જયદેવનું નામ મોખરે છે
અને ખરેખર હાલમાં જયદેવ પણ ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યો છે અને 12 વર્ષ પછી ફરીથી કમબેક કરવાથી ચાહકવર્ગમાં ખુશીઓ છવાયેલી છે. હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર તેની જ ચર્ચાઓ થઈ રહી છે.