ગુજરાતના અમુક ગામો પોતાની કઇંક ને કઇંક ગુણવતા નાં કારણે પ્રખ્યાત હોઈ છે, તેવું જ એક આણંદના બોરસદ તાલુકાનું ભાદરણ ગામ કે જે તેની બે ગુણવતા રીતે જાણીતું છે, એક તો એનઆરઆઈ અને બીજું છે ગામની સ્વચ્છતા.
ભાદરણ ગામની વસ્તી ફક્ત ૧૨ હજાર છે પરંતુ તે ગામની સ્વચ્છતા અને સુંદરતા જોઈએ તો તેની વાત જ કઇંક અલગ છે. આ ગામના તમામ રસ્તાઓ પાકા છે અને રસ્તાઓ ની બાજુમાં બ્લોક ફીટ કરેલા છે. આ સંપૂર્ણ ગામમાં કોઈપણ જગ્યાએ કોઈ ખૂણે કચરાના ઢગલા કે ઉકરડા જોવા મળશે નહિ. સંપૂર્ણ ગામ ડસટ ફ્રી છે.
આ ગામની મહત્વની વાત તો એ છે કે ગ્રામ પંચાયત દ્વારા આવકના ૫૦ ટકા રકમ સ્વચ્છતા પાછળ ફાળવવામાં આવે છે, અને આ ગામને સ્વચ્છ રાખવા માટે ૨૫ સફાઈ કર્મચારીઓ રાખેલ છે કે જેઓ રોજ સંપૂર્ણ ગામની સફાઈ કરે છે. આ ગામમાં સ્વચ્છતા જાળવવા આધુનિક ટેકનોલોજી પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ગામમાં ૩ હજાર કચરા પેટીનું પણ વિતરણ કરવામાં આવેલું છે. અને તેના માટે ગામમાં એક નિયમ પણ જાહેર કરેલ છે કે જો કોઈ કચરો કચરાપેટી માં ન નાખે અને જાહેર રસ્તે નાખે તો તેણે રૂ.૧૦૦ નો તેની પાસેથી દંડ વસુલવામાં આવશે, પરંતુ હજી સુધી ગામના કોઈએ આ નિયમ નું ઉલંઘન કરેલ નથી. બધા આ નિયમ નું પાલન કરે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ સંપૂર્ણ દેશ માં સ્વચ્છતા અભિયાન ની ઝુંબેશ ચલાવી છે, પરંતુ આ ભાદરણ ગામમાં તો આ ઝુંબેશ પહેલા વર્ષોથી લોકો સ્વચ્છતા નું પાલન કરે છે. ભાદરણ ગામના ઘણા લોકો હાલ વિદેશ સ્થિત છે, પરંતુ તેઓ સમયાંતરે આ ગામમાં મહત્વનો ફાળો આપવાનું ચુકતા નથી.