ગુજરાતી સંગીતની દુનિયમાં કિંજલ દવે અને ગીતાબેન રબારી સિવાય અન્ય ગાયિકા કલાકાર ખૂબ જ લોકપ્રિય છે,જેમાંઉર્વશી રાદડિયાનું નામ મોખરે છે. આજે આપણે તેમના જીવની જાણી અજાણી વાતો વિશે જાણીશું.ઘણા ઓછા લોકો તેમના જીવન સાથે જૉડાયેલી વાતો વિશે જાણે છે. આજે એ જો ગાયિકા ન હોત તો IAS ઓફિસર હોત. આ વાત સત્ય છે કારણ કે ઉવર્શી ને ક્યારેય સિંગર તો બનવું જ ન હતું. કંઈ રીતે તેઓ સંગીતની દુનિયામાં આવ્યા તે આપણે આ બ્લોગ થકી જાણીશું.
ઉર્વશી નો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે. જન્મ અમરેલીમાં થયો પરતું ઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે. મહત્વની વાત એ છે કે, માત્ર 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી.એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં પર્ફોમ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીને તક મળી. અને ત્યારથી ગુજરાતી ગાયિકા તરીકે ઉર્વશી લોકપ્રિય બન્યા.
ઉર્વશીએ ત્રણ વર્ષ સુધી ક્લાસિક સંગીતની તાલીમ લીધી છે.ઉર્વશી પોતાના પિતાની ખૂબ નજીક છે. ઉર્વશી પોતાની સફળતા પાછળ પિતાની મહેતને કારણ ગણાવે છે.ઉર્વશીનું કહેવુ છે કે માતા પિતાનો પગાર માત્ર 3 હજાર રૂપિયા હતો, તેમાંથી પણ તેઓ મારા મ્યુઝિકના ટ્યુશનની ફી ભરતા હતા. ઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું.
પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી.આમ પણ કહેવાય છે ને કે, જીવનમાં સફળતા અને જીવનમાં આવેલા વળાંકો ક્યારેય નિયતી લઈને આવે છે.
ઘરની જવાબદારી નિભાવવા માટે આવું પગલું ભર્યું અને પોતાના સપનાને સંઘરી ને મૂકી દીધા.પહેલા પર્ફોમન્સ પછી ઉર્વશીએ સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરો તેમજ ગરબામાં પર્ફોમ કરવાની શરૂઆત કરી.
અનેક પડકારો અને મુશ્કેલીઓ છતાંય ઉર્વશીએ ક્યારેય મહેનત કરવામાં પાછુ વાળીને જોયું નથી.ઉર્વશી ગુજરાતીની સાથે સાથે હિન્દી, પંજાબી, રાજસ્થાની અને મરાઠી ભાષામાં પણ ગાય છે.જો કે ઉર્વશીની ખાસિયત કે વિશેષતા પરંપરાગત ગુજરાતી ગીતો, ભજન, લગ્નગીતો, સૂફી ગીતો અને ગઝલમાં છે.
ગૌશાળા માટે ફાળો એક્ઠો કરવા યોજાયેલા ઉર્વશીના એક કાર્યક્રમમાં 3.5 કરોડની રકમ ભેગી થઈ હતી.ઉર્વશી આજ સુધી ગૌશાળા માટે પોતાના કાર્યક્રમમાં કુલ 25 કરોડનું ફંડ ભેગુ કરી ચૂક્યા છે.ઉર્વશીને હની સિંહના સ્ટાર પ્લસના રિયાલિટી શૉ માટે ઓફર આવી હતી,
જો કે તેમણે આ ઓફર નહોતી સ્વીકારી.ઉર્વશીને સંગીત સિવાય પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ છે. તેઓ ગીતો લખે પણ છે.ઉર્વશીને ક્રિએટિવ કામ કરવા ગમે છે. તેમણે પોતાના ઘરનું ઈન્ટિરિયર જાતે ડિઝાઈન કર્યું છે.